વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
મોરબીની ઈન્ડુસઈન્ડ બેંકના બે ફિકસ ડીપોઝીટમાંથી ૧૮ લાખ ઉપડી જતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા સાયબર ક્રાઇમમાં ફરીયાદ
SHARE








મોરબીની ઈન્ડુસઈન્ડ બેંકના બે ફિકસ ડીપોઝીટમાંથી ૧૮ લાખ ઉપડી જતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા સાયબર ક્રાઇમમાં ફરીયાદ
મોરબીની ઈન્ડુસઈન્ડ બેંકના બે ફિકસ ડીપોઝીટમાંથી ૧૮ લાખ ઉપડી જતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા સાયબર ક્રાઇમમાં ફરીયાદ કરવામાં આવેલ છે
મોરબીમાં રવાપર રોડ પર આવેલ ઈન્ડુસઈન્ડ બેન્કમાંથી તાજેતરમાં નિતીનભાઈ ટી. કોરડીયાના રૂા. ૧૨,૫૦,૦૦૦ (બાર લાખ પચાસ હજાર) તથા રસીલાબેન પનારાના રૂા. ૫,૫૦,૦૦૦ (પાંચ લાખ પચાસ હજાર) નું ફ્રોડ થયેલ છે.આ વ્યકિતઓએ કોઈને ઓટીપી આપેલ નથી છતાં પણ ફીકસ ડીપોઝીટમાંથી રકમ ઉપડી ગયેલ છે...! આટલી મોટી રકમ કટકે કટકે ગ્રાહકના ખાતામાંથી ઉપડી જવા છતાં બેન્ક તરફથી ગ્રાહકને કોઈપણ જાતની જાણ કરવામાં આવેલ નથી કે આપના ખાતામાંથી રકમ ઉપડી બીજાના ખાતામાં જાય છે.આમ જાણ ગ્રાહકને ન કરવી તે બેન્કની સેવામાં ખામી જણાય આવે છે.પરંતુ બાદમાં ગ્રાહકને જયારે આ બાબત ધ્યાનમાં આવે છે ત્યારે આ બાબતે બેન્ક મેનેજરને ફરિયાદ કરવા જાય છે તો બેન્ક મેનેજર કહે છે કે "આ બાબતે અમારી કોઈ જવાબદારી નથી” તો શું બેન્કમાંથી ગ્રાહકના નાણાં ગ્રાહકના સહી-સીકકા વગર ઉપડી જાય તો બેન્કની જવાબદારી ન ગણાય ? તો કોની જવાબદારી ગણાય ? આવા કિસ્સામાં બેન્ક જ જવાબદાર છે.તેવુ અમારૂ માનવુ છે.
જો ઈન્ડ્રુસઈન્ડ બેન્કમાંથી આવી રીતે રૂપીયાનો ફ્રોડ થતો રહેશે તો ગ્રાહકો પોતાની રકમ બેન્કમાંથી ઉપાડવા લાગશે.બેન્કે ગ્રાહકની મુડીનો વિમો લીધો છે કે નહીં ? બેન્કની જવાબદારી છે કે ગ્રાહકની રકમનો વિમો લેવો જરૂરી છે.વિમો લેવામાં આવે તો જ ગ્રાહકની રકમની સેફટી ગણાય.બેન્ક ગ્રાહકના પૈસા લેવામાં ઉંચા વ્યાજની લાલચ આપી ગ્રાહકને પોતાની બેન્કમાં પૈસા જમા કરાવવાનો આગ્રહ રાખે છે.પરંતુ ગ્રાહકના પૈસા ઉપડી જાય ત્યારે હાથ ઉંચા કરી નાખે છે ! જે વ્યાજબી નથી.આ બાબતે સાયબર બ્રાન્ચના અધિકારી દ્રારા બેન્કમાં તપાસ કરવી જોઈએ કે ફ્રોડ અઠવાડીયામાં બે વખત કેમ થયો ? બેન્કે ધ્યાન આપેલ નથી ? આ માટે બેન્ક જ જવાબદાર છે.માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ મોરબી સાયબર ક્રાઈમને અરજ કરેલ છે કે, આ બાબતે બેન્કમાં જઈ તપાસ હાથ ધરી ગ્રાહકની જાણ બહાર અને બેન્કની બેદરકારીના કારણે ઉપડી ગયેલ રકમ તેને પરત મળે અને બેન્ક જવાબદાર હોય તો બેન્ક ચુકવી આપે તે બાબતે પણ યોગ્ય તપાસ હાથ ધરી આ પ્રકારના સાયબર ગુન્હાના મુળ સુધી જઈ આ બાબતે ઘટતુ કરવામાં આવે તો અન્ય લોકો ભોગ બનતા અટકશે.

