ટંકારા તાલુકામાંથી 1.27 લાખના પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી વેપારીને ન પહોચાડી વિશ્વાસઘાત કરનારા આઇસર ચાલકની ધરપકડ
SHARE








ટંકારા તાલુકામાંથી 1.27 લાખના પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી વેપારીને ન પહોચાડી વિશ્વાસઘાત કરનારા આઇસર ચાલકની ધરપકડ
ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ એવન પ્લાસ્ટિક નામના કારખાનામાંથી પ્લાસ્ટિકની ખુરશી તથા ટેબલનો માલ આઇસર વાહનમાં ભરીને રાજપીપળાના વેપારીને 1,27,525 રૂપિયાની કિંમતના માલ મોકલવામાં આવ્યો હતો જો કે, આઇસર વાહનના ચાલકે તે માલ વેપારી સુધી ન પહોંચાડીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કર્યો છે જેની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી ખુરશીઓ સહિતનો મુદામાલ કબજે કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના બંગાવડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ સીટી મોલની પાછળ નીલકંઠ સોસાયટી ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા વિનોદભાઈ મહાદેવભાઇ સોરીયા (46)એ આઇસર નંબર જીજે 14 એક્સ 8201 ના ચાલક અરજણભાઈ ફાતાભાઇ બારીયા રહે. પઠારા જીલ્લો મહીસાગર વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, લજાઈ ગામ નજીક એવન પ્લાસ્ટિક નામનું ફરિયાદી તથા સાહેદનું કારખાનું આવેલ છે જેમાંથી રાજપીપળાના વેપારીને ઓર્ડર મુજબ પ્લાસ્ટિકની 1085 ખુરશીઓ તથા 16 સેન્ટર ટેબલ જેની કુલ કિંમત 1,27,525 રૂપિયા થાય છે તે આઇસરના ચાલકે કારખાનેથી પોતાના વાહનમાં માલ ભર્યો હતો અને ત્યારે બાદ રાજપીપળા ખાતે વેપારીને તે માલ ન પહોંચાડીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી ભોગ બનેલ કારખાનેદાર દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી અરજણભાઈ ફાતાભાઇ બારીયા (33) રહે. પઠારા જીલ્લો મહીસાગર વાળાની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

