મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 7 કરોડના 257 વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર
વાંકાનેરના ઢુવા પાસે નસાની હાલતમાં રસ્તા ઉપર પટકાયેલ યુવાનનું માથામાં ઇજા થવાથી મોત
SHARE
વાંકાનેરના ઢુવા પાસે નસાની હાલતમાં રસ્તા ઉપર પટકાયેલ યુવાનનું માથામાં ઇજા થવાથી મોત
વાંકાનેરના ઢુવા ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન નસો કરી ગયો હતો અને નશાની હાલત માટે ચાલીને જતો હતો ત્યારે રસ્તામાં પડી જવથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો શિવ સંજુભાઈ માવી (30) નામનો યુવાન નસો કરીને જતો હતો ત્યારે નશાની હાલતમાં તે રસ્તા ઉપર પડી ગયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની દીપભાઈ લાલજીભાઈ જીવાણી (29) રહે. ગોલ્ડન હાઈટ 101 એસપી રોડ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
ધાંગધ્રા તાલુકાના રાવડિયાવદરના રહેવાસી લવજીભાઈ ગોવિંદભાઈ દલવાડી (60) નામના વૃદ્ધ બાઈકમાં જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે
મહિલા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામે રહેતા રંજનબેન રમેશભાઈ (39) નામના મહિલા બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેમને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા સવિતાબેન ભૂત (57) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું અને મહિલાને ઈજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે