મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના બગથળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના બગથળા ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ગામ પાસે આવેલ મંદિર નજીક તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે રહેતો મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા (33) નામનો યુવાન બગથળા ગામ પાસે આવેલ બગથળીયા મંદિર નજીક પાણીના તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પિતા ભીખાભાઈ પરસોતમભાઈ સરવૈયા (56) રહે. બગથળા વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોકધામ મંદિર પાસે રહેતા વિજયાબેન સવજીભાઈ (77) નામના વૃદ્ધાને કોઈ અજાણ્યા બાઇક ચાલકે ઠોકર મારતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સગીરાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતી પૂજાબેન દિનેશભાઈ આકરીયા (17) નામની સગીરાએ કોઈ કારણોસર ખળ બાળવાની ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સગીરાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.




Latest News