મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

સાળીના પૂર્વ પ્રેમી તેમજ તેના ભાઈને બનેવી સહિત ચાર શખ્સોએ મારમાર્યો: વાંકાનેરના અદેપરથી સતાપર વચ્ચેનો બનાવ


SHARE









સાળીના પૂર્વ પ્રેમી તેમજ તેના ભાઈને બનેવી સહિત ચાર શખ્સોએ મારમાર્યો: વાંકાનેરના અદેપરથી સતાપર વચ્ચેનો બનાવ

વાંકાનેરના અદેપરથી સતાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન તેના ભાઈ સહિતનાઓની સાથે બાઈક અને બુલેટ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાનના ભાઈએ અગાઉ જે યુવતીની સાથે પ્રેમ સબંધ હતો તે યુવતીના બનેવી સહિત કુલ ચાર શખ્સો કારમાં ત્યાં આવ્યા હતા અને યુવાન સહિતનાઓને રોકીને ગાળો આપી હતી અને ત્યાર બાદ યુવાન અને તેના ભાઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલ થાન તાલુકાના દેવળીયા ગામે બહાદુરસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કિશનભાઇ છગનભાઈ વાઘેલા (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ ભુસડીયા રહે. મેસરિયા તાલુકો વાંકાનેર તથા અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ આદેપર ગામે તેના મિત્ર અરવિંદભાઈ ઝાલાના ફુલેકામાંથી પરત પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આદેપર અને સતાપર વચ્ચે ફરિયાદી યુવાનના ભાઈને અગાઉ જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો તેના બનેવી મુકેશભાઇ સહિતના ચાર શખ્સો કાર લઈને આવ્યા હતા અને ત્યારે ફરિયાદ તેમજ સહેદો બાઈક અને બુલેટ ઉપર જતાં હતા તેઓને રોકીને મુકેશભાઈએ ફરિયાદિ કિશનભાઇ વાઘેલાને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમજ તેના ભાઈ દશરથને પણ ચારેય શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યાર બાદ ઈજા પામેલ હાલતમાં તે બંને ભાઈઓ સહિતનાઓને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News