મોરબીના પ્રેમજીનગર ગામમા મચ્છરજન્ય રોગોચાળો રોકવા માટે અભિયાન હાથ ધરાયું
મોરબીના નાની વાવડી નજીક પ્રેમ પ્રકરણમાં થયેલ સમાધાનનો રોષ રાખીને મારામારી, મહિલાઓ સહિત સાતને ઇજા: હવે સામસામી ફરિયાદ
SHARE
મોરબીના નાની વાવડી નજીક પ્રેમ પ્રકરણમાં થયેલ સમાધાનનો રોષ રાખીને મારામારી, મહિલાઓ સહિત સાતને ઇજા: હવે સામસામી ફરિયાદ
મોરબી નજીકના નાનીવાવડી ગામે કબીર આશ્રમની પાસે આવેલ ભક્તિનગર સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા બે પરિવારોની વચ્ચે પ્રેમ સંબંધ મુદદે અગાઉ થયેલા ડખ્ખાનો રોષ રાખીને બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો અને બાદમાં વાત સામસામે મારામારી સુધી પહોંચી હતી.આ બનાવમાં સાત લોકોની ઈજાઓ થતાં અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા અને બાદમાં બંને પક્ષેથી સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નાની વાવડી ગામે ગઈકાલે રાત્રિના દસેક વાગ્યે અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો.આ સામસામે મારામારીના બનાવમાં નરેશ વિનોદભાઇ પરમાર (૨૪), ધીરૂ ગોવિંદભાઇ હડિયલ (૩૬), ગીતાબેન માધવજીભાઈ કનજારિયા (૪૦), રંજનબેન વાસુદેવભાઇ પરમાર (૫૪) વિષ્ણુ વાસુદેવભાઈ પરમાર (૨૪) વાસુદેવ લક્ષ્મણભાઈ પરમાર (૬૨) અને રમેશ કેશવજીભાઈ કનજારિયા (૩૫) એમ સાત લોકોને ઇજાઓ થઈ હોય સાતેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી. આ બનાવ સંદર્ભે નરેશ વિનોદભાઈ પરમારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમાર, વાસુદેવભાઈ પરમાર, રંજનબેન વાસુદેવભાઈ પરમાર અને જીગ્નેશભાઈ જગદીશભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદી તથા પ્રકાશભાઈ, ઉમેશભાઈ, ધનસુખભાઈ અને ધીરુભાઈ ફરિયાદીના મામા રમેશભાઇના ગહર પાસે બેઠા હતા અને ઉમેશભાઈ તથા પ્રકાશભાઈ ચા લેવા માટે જય રહ્યા હતા તેવામાં આરોપી વિષ્ણુ વાસુદેવભાઈ પરમારે ફરિયાદીના ભાઈ ઉમેશ તથા પ્રકાશને ઉભા રાખીને પ્રકાશ પ્રકાશની બહેન સાથે પ્રેમ સબંધ હતો તેમાં સમાધાન થયું હતું જેનો ખાર રાખીને ગાળો આપી હતી જેથી ફરિયાદી સહિતના લોકો ત્યાં ગયા હતા ત્યારે વિષ્ણુએ ફરિયાદીને માથામાં પથ્થરનો છુટો ઘા માર્યો હતો અને રમેશભાઈને વાસુદેવભાઈએ, ધિરુભાઇને જિજ્ઞેશભાઈએ તમજે ગીતાબેનને રંજનબેને માર માર્યો હતો. જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
તો સમાપક્ષેથી મોરબીના વાવડી રોડે આવેલ ભક્તિનગર-2 માં રહેતા રંજનબેન વાસુદેવ પરમારે હાલમાં પ્રકાશભાઈ માધુભાઈ કંજારીયા, મયંકભાઈ ઉર્ફે ઉમેશ વીનુભાઈ પરમાર, માધુભાઈ કેશુભાઈ કંજારીયા અને ધીરૂ ઉર્ફે ધીરજ ગોવિંદભાઈ હડીયલ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના પતિ અને દીકરાની સાથે ઘરે હતા ત્યારે પ્રકાશભાઈ કંજારીયા તથા મયંક ઉર્ફે ઉમેશ પરમાર બાઇક લઈને તેઓના ઘર પાસે આવેલ હતા અને ફરિયાદીના દીકરા વિષ્ણુને બોલાવેલ હતો જેથી તે ઘરની બહાર ગયો હતો ત્યારે બંને શખ્સોએ તેને ગાળો આપી હતી. અને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ફરિયાદી અને તેના પતિ પોતાના દીકરાને બચાવવા માટે ગયા હતા ત્યારે ફરિયાદીને આરોપી પ્રકાશે માથામાં ધોકો માર્યો હતો. તેમજ તેઓના પતિને માધુભાઈ કેશુભાઈ કંજારીયાએ વાસા અને ખંભાના ભાગે ધોકો માર્યો હતો. તથા ફરિયાદીના દીકરા વિષ્ણુ સાથે પ્રકાશ અને મયંક બંને ઝગડો કરતા હતા તેવામાં ધીરૂ ઉર્ફે ધીરજ ગોવિંદભાઈ હડીયલ ત્યાં આવ્યા હતા અને તેણે વિષ્ણુને હાથે-પગે તથા વાસાના ભાગે માર માર્યો હતો. ત્યાર બાદ તે ત્રણેયને 108 મારફતે સારવાર માટે લઈને આવ્યા હતા અને અને મહિલાએ કરેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેના ઘરની સામે રહેતા માધુભાઈ કંજારીયાની દીકરી સાથે ફરિયાદીના દીકરાને પ્રેમ સંબંધ હોય જે બાબતે આશરે એકાદ મહીના પેહલા સમાધાન થઇ ગયું હતું જોકે, ફરિયાદીના દીકરા અને આરોપી પ્રકાશને ફોનમા બોલાચાલી થઈ હતી ત્યાર બાદ તેઓ માથાકૂટ અને મારા મારી કરવા માટે આવ્યા હતા.