મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક થાર ગાડીના ચાલકે પાંચ ભેંસોને હડફેટે લેતા ત્રણના મોત, બે ભેંસને ગંભીર ઇજા


SHARE







મોરબીના ઉંચી માંડલ નજીક થાર ગાડીના ચાલકે પાંચ ભેંસોને હડફેટે લેતા ત્રણના મોત, બે ભેંસને ગંભીર ઇજા

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાના સામેથી પસાર થતાં થાર ગાડીના ચાલકે માલધારીની પાંચ ભેસોને હડફેટે લીધી હતી જે પૈકીની ત્રણ ભેંસોને ગંભીર ઇજા થયેલ હોવાથી મોત નિપજ્યાં હતા અને બે ભેસોને ગંભીર ઇજા થઈ હોવાથી તે સારવારમાં છે જેથી માલધારી દ્વારા હાલમાં થાર ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઊંચી માંડલ ગામે રહેતા અને પશુપાલનનું કામ કરતા લખમણભાઇ બુટાભાઈ કાટોડીયા (55)એ હાલમાં થાર ગાડી નંબર જીજે 36 એજે 8226 ના ચાલક દાનાભાઈ રાતડીયા રહે. વાંકડા તાલુકો મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામની સીમમાં નેક્સોન સીરામીક કારખાના સામેથી તેઓની પાંચ ભેંસો પસાર થઈ રહી હતી દરમિયાન આરોપીએ પોતાની થાર ગાડીની હડફેટે તે ભેસોને લીધી હતી જેથી ત્રણ ભેસને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે ત્રણેય ભેંસના મોત થયા હતા અને બે ભેંસને ગંભીર ઈજા થઈ હોવાથી તે સારવાર હેઠળ છે અને માલધારીની દોઢ લાખ રૂપિયાની કિંમતની ત્રણ ભેસોના મોત નીપજયાં હતા જેથી ભોગ બનેલ માલધારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ એન્ટીકા સીરામીક ખાતે રહેતો સુનિલ બાબુભાઈ ડામોર (15) નામનો બાળક પગપાળા ચાલીને જતો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા તેને ઇજા થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલિસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા મોહિતભાઈ મનસુખભાઈ અગ્રાવત (41) નામનો યુવાન સનાળા રોડ ઉપરથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે આઇસરના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News