વાંકાનેરના માટેલ રોડે અમરધામ પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કારની ચોરી
મોરબીના જુના ફડસર ગામે ખુલ્લી જગ્યામાંથી દારૂની 291 બોટલ મળી, 3.97 લાખનો મુદામાલ કબ્જે
SHARE







મોરબીના જુના ફડસર ગામે ખુલ્લી જગ્યામાંથી દારૂની 291 બોટલ મળી, 3.97 લાખનો મુદામાલ કબ્જે
મોરબીના જુના ફડસર ગામ પાસે આવેલા સીડી વાસની પાસે મંદિરની પાછળના ભાગમાં ખુલી જગ્યામાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 291 બોટલ મળી આવતા 3,97,900 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હાજર ન હોવાથી તેની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબીની ટીમે મોરબીના જુના ફડસર ગામે આવેલ સીડી વાસમાં આવેલ કાળભૈરવ મંદિરની પાછળના ભાગમાં ખંઢેર ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 291 બોટલ મળી આવી હતી જેથી કરીને 3,97,900 ની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો જયેશભાઈ વજાભાઈ બાળા રહે. ફળસર તાલુકો મોરબી વાળાનો હોવાનું સામે આવતા તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
