વાંકાનેરના તીથવા ગામે રાંધવા બાબતે પતિએ માર મારતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ: પતિ સામે ગુનો નોંધાયો
વાંકાનેરના માટેલ રોડે અમરધામ પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કારની ચોરી
SHARE







વાંકાનેરના માટેલ રોડે અમરધામ પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કારની ચોરી
વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ આઇસીઆઇસીઆઇ પાસે યુવાને પોતાની સેન્ટ્રો કાર પાર્ક કરીને મૂકી હતી જે કારની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી એક લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ભેસદણ ગામના રહેવાથી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આઈસીઆઈસી બેંક ઉપર અમરધામ ખાતે રહેતા મહેન્દ્રભાઈ રણછોડભાઈ રાઠોડ (30)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓએ અમરધામ માટેલ રોડ આઈસીઆઈસી બેંક પાસે ખુલ્લા પ્લોટમાં તેની સેન્ટ્રો ગાડી નંબર જીજે 3 એબી 4223 કરીને મૂકી હતી જે કારની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી એક લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
