વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ
મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો
SHARE









મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો
મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાં દારૂની ભઠ્ઠીઓ ઉપર અને અન્ય સ્થળે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે 7 રેડમાં કુલ મળીને 2430 લિટર દેશી દારૂ બનાવવા માટેનો આથો તેમજ 227 લિટર તૈયાર દેશી દારૂ પોલીસે કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
માળીયા તાલુકાના નવાગામ ખાતે રહેતા જુસબભાઈ કાદરભાઈ લધાણીના કબજા વાળા વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી 125 લીટર આથો તથા 10 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે 5,275 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી જુસબભાઈ કાદરભાઈ લધાણી (35) રહે. રાખોડિયા વાંઢ વિસ્તાર માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી પોલીસ આગળની કાર્યવાહી ખાતે છે
વાંકાનેર તાલુકાના વીરપર ગામથી ભીમગુડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગણેશભાઈની વાડી પાસે આવેલ પાણીના ખાડાની બાજુમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1,300 લીટર આથો તથા અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 26,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી હાજર ન હોવાથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ સિંધાભાઈ કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં મનસુખભાઈ અબાસણીયાની કબજા ભોગવટાવાળી વાડીમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 325 લિટર આથો મળી આવતા 8125 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી હાજર ન હોવાથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ શંભુભાઈ અબાસણીયા રહે. ઓળ તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં વીરપર જવાના રસ્તા ઉપર આકાશભાઈ સરાવાડીયાની વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવતા 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી આકાશભાઈ અવચરભાઈ સરાવાડીયા (21) રહે. માટેલ શીતળાધાર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે કોળીવાસમાં રહેતા વિપુલભાઈ મકવાણાના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 280 લિટર આથો મળી આવ્યો હતો અને 17 લીટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે અન્ય મુદ્દામાલ સહિત ફૂલ મળીને 10,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી વિપુલભાઈ દિનેશભાઈ મકવાણા (25) રહે. જુના દેવળીયા વાળાની ધરપકડ કરી હતી.
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ 25 વારીયા નજીક દલવાડી સર્કલ પાસેથી 100 લિટર દેશી સાથે સોનલબેન ઉર્ફે સોનુ પ્યારુભાઈ પરમાર (36) અને પ્યારુભાઈ દાદુભાઇ પરમાર (25) રહે. બંને 25 વારિયા દલવાડી સર્કલ પાસે ઝૂંપડામાં મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે 20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સનીભાઈ શાંતિભાઈ કડેવાર પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા ત્રણેય સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના શનાળા નજીક નવી બનતી મેડિકલ કોલેજની સામેના ભાગમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 100 લિટર દેશી દારૂ સાથે રાધિકાબેન જીવાભાઈ કુંભારીયા (40) રહે. સનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેને આ દારૂનો જથ્થો રાજદિપસિંહ ઉર્ફે અગ્નિભાઈ મહેન્દ્રસિંહ ઝાલા રહે. સનાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

