મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલી કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે
SHARE









મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલી કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થતી કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારને ચેક કરવામાં આવી ત્યારે તેમાંથી બિયરના 13 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે બીયર ટીન અને વાહન મળીને પોલીસે 3.03 લાખનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી કાર નંબર જીજે 36 એજે 5218 પસાર થયેલ હતી તે કારને રોકીને પોલીસ ચેક કરતા તે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી બિયરના 13 ટીન મળી આવ્યા હતા જેથી 3250 ની કિંમતનો બીયરનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મતને 3,03,250 ની કિંમતના મુદ્દામાલ સાથે નરેન્દ્રભાઈ શાંતિલાલ સુમ્બડ (37) રહે. ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે સનાળા બાયપાસ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
યુવાન સારવારમાં
રાજકોટના સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતો વિવેકભાઈ ભરતભાઈ દુદકિયા (32) નામનો યુવાન મોરબી તાલુકાના પાસે ઘઉંમાં નાખવાની ગોળીઓ ખાઈ જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી
સગીરા સારવારમાં
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતી ગીતાબેન રાહુલભાઈ (17) નામની સગીરા કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
સગીર સારવારમાં
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતો ફિદાહુસેન યુસુફભાઈ ચાનીયા (16) નામનો તરુણ બાઈકમાં બેસીને ઢુવા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે તેને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા સગીરને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી

