મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલી કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેર જકાતનાકા પાસે ક્રેટા ગાડી છોડીને વાહન ચાલક ફરાર, 675 લીટર દેશી દારૂ સહિત કુલ 6.40 લાખનો મુદામાલ કબ્જે
SHARE









વાંકાનેર શહેરના જકાતનાકા પાસેથી પસાર થતી ક્રેટા ગાડીને રોકવા માટેનો એલસીબીની ટીમે પ્રયત્ન કર્યો હતો ત્યારે ક્રેટા ગાડીના ચાલકે ગાડીને મારી મૂકી હતી અને થોડી દૂર આગળ જઈને ગાડીનો ચાલક ગાડીને રેઢી મૂકીને નાસી ગયો હતો ત્યારબાદ તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 675 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ, મોબાઇલ તથા ગાડી મળીને 6.40 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગાડીના નંબરના આધારે ગાડીના ચાલક તથા તપાસમાં જેના નામ સામે આવેે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમના ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા અને વિક્રમભાઈ રાઠોડ ને સંયુક્ત રીતે બાકી મળી હતી કે સફેદ કલરની ક્રેટા ગાડી નંબર જીજે 10 સીજી 4630 માં દેશી દારૂનો મોટો જથ્થો ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર શહેર તરફથી ગાડી આવી રહી છે દરમિયાન વાંકાનેર શહેરમાં જકાતનાકા પાસે એલસીબી ની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. ત્યારે મળેલ બાતમી મુજબની ગાડી ત્યાંથી નીકળતા તેને રોકો માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ગાડીના ચાલકે પોતાની ગાડીને મારી મૂકી હતી અને થોડે દૂર જઈને ક્રેટા ગાડીનો ચાલાક પોતાની ગાડીને રેડી મૂકીને નાસી છૂટ્યો હતો જેથી કરીને એલસીબીની ટીમ દ્વારા તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાં જુદા જુદા બાચકામાંથી કુલ મળીને 675 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 1,35,000 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 5000 રૂપિયાની કિંમતને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 6,40,000 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ક્રેટા ગાડીના ચાલક તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

