મોરબી રાજકોટ રોડે બાઇક સાથે ઘોડો અથડાતાં યુવાન સહિત બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
SHARE









મોરબી રાજકોટ રોડે બાઇક સાથે ઘોડો અથડાતાં યુવાન સહિત બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપરથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ઘોડાના માલિકે તેના ઘોડાને છૂટો મૂક્યો હતો જેથી કરીને ઘોડો દોડતા દોડતા યુવાનના બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી તથા સાહેદને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ઘોડાના મલીકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યસદીપભાઈ અરવિંદભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલા અજંતા કારખાનાની સામેના ભાગમાંથી ફરિયાદી બાઈક નંબર જીજે 3 બીજે 9596 લઈને પસાર થઈ રહ્યા હતા દરમ્યાન આરોપીએ પોતાની માલિકીનો ઘોડો દોરડાથી બાંધ્યા વગર બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છુટો મૂક્યો હતો જેથી ઘોડો દોડતા દોડતા ફરિયાદીના ડબલ સવારી બાઈક સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીને ગંભીર ઇજા થઈ હતી જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ઘોડાના માલિક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જુદીજુદી બે જગ્યાએથી બીયર સાથે બે પકડાયા
વાંકાનેરના રાતાવિરડા ગામની સીમમાં કલર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના 3 ટીન મળી આવ્યા હોય 375 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિતેશભાઈ જિલાભાઈ ઉકેડીયા (30) રહે. રાતાવિરડા વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે કેપ્રોન વિટ્રીફાઈડ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી પણ બિયરના 3 ટીન મળી આવતા પોલીસે 375 ની કિંમતનો બિયરનો જથ્થો કર્યો હતો અને આરોપી વસંતભાઈ શામજીભાઈ મકવાણા (28) રહે. વિજયનગર-1 રોહીદાસપર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને સામે વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

