વાંકાનેરના અમરસર ગામની સીમમાં જુગારની રેડ, બે શખ્સ પકડાયા-બે નાશી ગયા: બંગાવડી ડેમની નજીક દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
SHARE









વાંકાનેરના અમરસર ગામની સીમમાં જુગારની રેડ, બે શખ્સ પકડાયા-બે નાશી ગયા: બંગાવડી ડેમની નજીક દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
વાંકાનેરના વડીયા વિસ્તાર અમરસર ગામની સીમમાં પવનચક્કી પાસે ખરાબાની ખુલ્લી જગ્યામાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે બે શખ્સની રોકડ તથા એક વાહન મળીને 65,460 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને નાસી ગયેલા બે શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વડીયા વિસ્તાર અમરસર ગામની સીમમાં પવનચક્કી પાસે ખરાબાની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી ચેતનભાઇ નાનજીભાઈ ગોહેલ (37) રહે. આરોગ્ય ગર વાંકાનેર અને અરજણભાઈ રવાભાઈ લામકા (47) રહે. પંચશીલ સોસાયટી વાંકાનેર વાળાને પકડી લીધા હતા અને તેની પાસેથી 25,460 ની રોકડ તથા 40,000 રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને 65,460 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી નાસી ગયેલ આરોપી સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા રહે. વડીયા વિસ્તાર વાંકાનેર તથા અકીલ મતવા રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળાના નામ સામે આવ્યા હોય ચારેય શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકી રહેલા બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
દેશી દારૂની ભઠ્ઠી
ટંકારાના ઓટાળા ગામ થી બંગાવડી ગામ તરફ જવાના જુના માર્ગે બંગાવડી ડેમની નજીક આવેલ પાણીના ખાડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો તથા ગેસના 4 ચૂલા વિગેરે મળીને 22,600 ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જો કે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. દેડકદડ તાલુકો પડધરી વાળાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

