મોરબી : મેંગોપીપલ પરિવારના રૂપલબેન રાઠોડને ગાર્ડી એવોર્ડથી સન્માનિત કરતુ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ
મોરબીમાં રવિવારે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
SHARE








મોરબીમાં રવિવારે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
મહામંડલેશ્વરશ્રી શ્રી ૧૦૦૮ પરમ પૂજ્ય કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.કેમ્પ તા.૨૪-૮ ને રવિવારે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ બેલા-ભરતનગર રોડ મોરબી ખાતે યોજાશે.
આ કેમ્પમાં નિષ્ણાંત અને અનુભવી ડોકટર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મફત આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે.આ કેમ્પમાં એમ.ડી.ફીઝીશ્યન, બાળરોગ નિષ્ણાંત, પેટના રોગના નિષ્ણાંત, કાન, નાક, ગળાના નિષ્ણાંત, આંખના રોગના નિષ્ણાંત તેમજ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત ડોકટર સેવા આપશે.જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ, ડાયાબીટીશ ટેસ્ટ મફત કરી આપવામાં આવશે.જુના તમામ રીપોર્ટ તથા એક્સ-રે સાથે લાવવાના રહેશે.જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મોરબી જિલ્લાના વધુમાં વધુ લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે.
