ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી


SHARE













મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના સુપુત્ર જયાદિત્યસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિત્તે પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા આધુનિકતાથી દુર રહી ને ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ ગાયત્રી હવન કરી તથા શંકર આશ્રમ પાસે આવેલ શ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમ તથા શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃધ્ધાશ્રમમાં પવિત્ર શ્રાવણ માસને અગિયારસના દિવસે જન્મદિવસની વડીલોની વચ્ચે ઉજવણી કરી ફરાળ કરાવી તેમના આશીર્વાદ મેળવીઆ તથા પ્રેરણાદાયી ઉજવણી કરી  સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ મિશન નવભારત સંગઠનની વિચારધારા રાષ્ટ્ર દેવો ભવ, બાળ દેવો ભવને ધ્યાને લઈ પવિત્ર શ્રાવણ માસની બારસ કે જે શાસ્ત્ર મુજબ બાળકો  માટે ની હોય છે એ ધ્યાને લઈ મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમુલભાઈ જોષીએ શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને ચેવડાનો અલ્પાહાર કરાવ્યો હતો. મિશન નવભારત સંગઠન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન મુજબ રાષ્ટ્ર હિત, સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલ છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકો વિવિધ સેવાકાર્યો દ્વારા માનવતાની જયોત જગાવતા રહે  એવો મિશન નવભારત સંગઠનનો પ્રેરક સંદેશ છે.






Latest News