મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા
મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત
SHARE
મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત
મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજની નીચે રેલવેના પાટા ક્રોસ કરી રહેલા વૃદ્ધ ટ્રેનની ઝડપે આવી ગયા હતા જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઝૂંપડામાં રહેતા ભરતભાઈ રાયમલભાઈ નગાણી (60) નામના વૃદ્ધ નવલખી ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ નીચેથી રેલવે પાટા ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન પાટા ઉપરથી પસાર થતી ટ્રેન સાથે અકસ્માતે અથડાતા તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે