મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ


SHARE































મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ભભોડીની વાડીમાં રહેતા યુવાનને ઇન્સ્ટાગ્રામમાં મહિલાએ મેસેજ મોકલ્યો હતો અને ત્યારબાદ મહિલાએ વાતચીત કરી હતી તે બાબતને લઈને ચાર શખ્સો દ્વારા તું મારી બેન સાથે કેમ વાતચીત કરસ તેવું કહીને ધમકી આપવામાં આવી હતી અને પહેલા 50 લાખની માંગણી કરી હતી ત્યાર બાદ 12 લાખ રૂપિયા નક્કી કર્યા હતા અને રૂપિયા પડાવવા માટે થઈને યુવાનને માર મારવામાં આવ્યો હતો આટલું જ નહીં પરંતુ યુવાનને ભય બતાવીને "તારા ઘરે અમારા બહેનને મૂકી જશું" તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે મહિલા સહિત કુલ 4 આરોપ8ની ધરપકડ કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભભોડીની વાડી આલાપ રોડ ખોડીયાર પાર્ક સામેના ભાગમાં રહેતા નરેશભાઈ ચુનીલાલ નકુમ (22) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશનભાઇ ઉર્ફે રાજુ મુછડીયા રહે. જાંબુડીયા, તેજસભાઈ પઢારિયાં રહે. રવાપર, ભાવેશભાઈ મનસુખભાઈ કંઝારિયા રહે. મોરબી, ભીમજીભાઇ મહાદેવભાઇ પરમાર રહે. રવાપર અને કાજલબેન ભરતભાઈ પરમાર રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીને ઇન્સ્ટગ્રામમાં આરોપી કાજલબેનને રીક્વેસ્ટ મોકલી હતી અને ફરિયાદી સાથે મેસેજમાં વાતચીત કરી હતી ત્યાર બાદમાં બાકીના 4 આરોપીઓએ ફરિયાદીને "તું મારી બહેન સાથે કેમ વાતચીત કરસ" તેમ કહીને ફરિયાદી પાસેથી રૂપિયા 50 લાખની માંગણી કરી હતી ત્યાર બાદ 12 લાખ રૂપિયા આપવા પડશે તેવી વાતચીત આરોપીઓએ કરી હતી અને તેની પાસેથી બળજબરીથી રૂપિયાની ઉઘરાણી કરવા માટે ફરિયાદીને તેના ઘર નજીક માર મારીને ઈજા કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ "તારા ઘરે અમારા બહેનને મૂકી જઈશું" તેવી આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંઘાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને હાલમાં આરોપી રાજુભાઈ ઉર્ફે કપનભાઈ મોમજીભાઈ મુછદિયા રહે. ધર્મસુષ્ટી જાંબુડીયા, તેજશભાઈ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારીયા રહે. નાનારામપર તાલુકો ટકારા, ભીમજી મહાભાઈદેવભાઈ પરમાર રહે. રવાપર નોંધની વાડી મોરબી અને કાજલબેન ભરતભાઈ પરમાર રહે. જુની પીપળી સાનીધ્ય પાર્ક તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં ભાવેશભાઈ મનસુખભાઈ કંઝારિયા રહે. દલવાડી સર્કલ પાસે મોરબી વાળાને પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે












Latest News