મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો
SHARE
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સાંજે નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ભૂદેવ પરિવારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને નુતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સાથો સાથ સંગીત સંધ્યા અને પ્રસાદનો લાભ લીધો હતો
દરવર્ષે મોરબીમાં ભૂદેવોના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી રીતે આ વર્ષે પણ મોરબીમાં પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ જોશી, મહામંત્રી ચિરાગભાઈ પંડ્યા અને કિશોરભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના આગેવાન અનિલભાઈ મહેતા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા અને કિશોરભાઈ શુકલ એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ડો. આશિષભાઈ ત્રિવેદી, ડો. પ્રયેશભાઈ પંડ્યા, ડો.બી.કે.લહેરુ, રાજેશભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો હાજર રહ્યા હતા અને નવા વર્ષની સહુ કોઈએ એકમેકને શુભકામનાઓ પાઠવી હતી તેમજ આગેવાનો દ્વારા સંગઠન શક્તિ વધુ મજબૂત બનાવવા માટે અને ભૂદેવ પરિવારો જે કોઈ ક્ષેત્રમાં જે કોઈ જગ્યાએ હોય ત્યાંથી બને તેટલી ભૂદેવોને મદદ કરે તેવું આહ્વાન કર્યું હતું ત્યાર બાર સહુ કોઈએ સંગીત સંધ્યા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.