મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
SHARE
મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં હેન્ડીકેપ વૃદ્ધની સાઇકલને થાર ગાડીના ચાલકે હડફેટે લીધી હતી અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં વૃદ્ધને નાક, કપાળ અને જમણા હાથના બાવળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત બાદ થાર ગાડીનો ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હોય હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે મસ્તાન બાવાની દરગાહની પાછળની શેરીમાં રહેતા બસીરભાઈ કાસમભાઇ ભટ્ટી (65) નામના વૃદ્ધે થાર ગાડી નંબર જીજે 36 એપી 4748 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, જુના બસ સ્ટેશન પાછળ રફિકભાઈના થડા પાસે થાર ગાડીના ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના હવાલા વાળી હેન્ડીકેપ સાયકલને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને નાક, કપાળ અને જમણા હાથના બાવળામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને થાર ગાડીનો ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે થાર ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે