ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા


SHARE































મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા

મોરબીના ડાયમંડ નગર પાસેથી પસાર થતી જુદી જુદી બે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે બંનેમાંથી કુલ મળીને 16 જેટલા અબોલજીવ મળી આવ્યા હતા અને તે વાહનોમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર કતલખાને  લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે ગૌરક્ષકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને એક આરોપીને પકડી મુદામાલ કબ્જે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના ડાયમંડનગર ગામ પાસેથી પસાર થતી બોલેરો ગાડી નંબર જીજે 11 ઝેડ 8154 ને ગૌરક્ષકોએ પોલીસની હાજરીમાં રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તે ગાડીની અંદરથી આઠ નંગ પાડા-પાડી મળી આવ્યા હતા અને તેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી રહી હતી તેમજ જરૂરી આધાર પુરાવા પણ સાથે રાખવામાં ન હતા તેવી જ રીતે બોલેરો ગાડી નંબર જીજે 3 બી ડબલ્યુ 5085 ને રોકીને ચેક કરવા આવતા તેમાંથી પણ આઠ નંગ પાડા-પાડી મળી આવ્યા હતા જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા અનિલભાઈ નરસીભાઈ અસવાર (33) એ બંનેસંગ ખીરાભા જામ રહે. દ્વારકા બટીશા વાડી વિસ્તાર તથા ગંગાભા પુનાભા માણેક રહે. વસઈ જિલ્લો દેવભૂમિ દ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જે પૈકી ગંગાભા પુનાભા માણેકને પકડીને મુદામાલ કબ્જે કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે












Latest News