મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં કોઈ કારણોસર મારામારી, ઈજાગ્રસ્તો સારવારમાં: સામસામે ફરિયાદ


SHARE







વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં કોઈ કારણોસર પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયો હતો જેથી બંને પક્ષીથી મારામારી કરવામાં આવતા ઈજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના આરોગ્ય નગર શેરી નંબર ત્રણ માં રહેતા પરેશભાઈ મહેશભાઈ પતલીયા (25) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મંજુબેન જીવાભાઈ, કોમલબેન રાહુલભાઈ અને રાહુલ જીવાભાઇ રહે બધા આરોગીનગર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મંજુબેને તેને લાકડાના ધોકા વડે  આડેધડ માર માર્યો હતો તેમજ કોમલબેનને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને રાહુલભાઈએ તેની ડોક પકડી રાખીને પ્રાઇવેટ પાર્ટ દબાવીને તેને ઈજા કરી હતી જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે સામાપક્ષેથી રાહુલભાઈ જીવરાજભાઈ મણસુરીયા (25)એ સવિતાબેન મહેશભાઈ પતરિયા, અલ્પેશ મહેશભાઈ પતરિયા અને પરેશ મહેશભાઈ પતરિયા રહે બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, અલ્પેશએ ફરિયાદીને વાસાના ભાગે છૂટો પથ્થરનો ઘા મારીને ઈજા કરી હતી જ્યારે સવિતાબેન અને પરેશે ફરિયાદીને પકડી રાખતા અલ્પેશે તેને માથાના ભાગે લાકડી મારીને ઇજા કરી હતી અને ગાળો આપી હતી જેથી હાલમાં ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News