મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ
મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ
SHARE









મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ
મોરબીના બેલા ગામે આવેલ શ્રીખોખરા હનુમાનજી મહારાજની પરમપાવની ભૂમિમાં કનકેશ્વરીદેવી ગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ શ્રીકેશવાનંદ બાપુ વેદવિદ્યાલય તેમજ શ્રીસદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઋષિ પંચમીના દિવસે ૧૩ માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના પ્રારંભમાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંગલાચરણ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રજવલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાવિદ્યાલયના ઋષિકુમાર દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અને વિદ્યાલયના પ્રધાન આચાર્ય ડૉ. દીપકભાઈ મહેતાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને સંસ્થાના પ્રતિનિધિ સ્વરૂપે ઉપસ્થિત નાથજી મહારાજ દ્વારા આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર સભાનું સંચાલન તેમજ આભાર દર્શન વિદ્યાલયના અધ્યાપક નયનભાઈ વાળાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.
