મોરબીમાં ઘરની અંદર છતનું પોપડું પડતા માથા અને શરીરમાં ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના મોડપર નજીક ગણેશ વિસર્જન બાદ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત, લખધીરપુર રોડ ઉપર કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની શોધખોળ ચાલુ
SHARE







મોરબી જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને ખાસ વ્યવસ્થાઓ ગોઠવવાની હતી તેમ છતાં પણ ગણેશ વિસર્જન દરમિયાન મોડપર ગામ પાસે લૂંટાવદરના રસ્તા ઉપર આવેલ નદીમાં એક યુવાન ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને તેવી જ રીતે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં ન્હાવા પડે યુવાન પાણીમાં ડૂબી જવાના કારણે તેને પાણીમાંથી શોધવા માટે થઈને હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા કવાયત કરવામાં આવી છે
મોરબી જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને જુદી જુદી જગ્યા ઉપર કૃત્રિમ કુંડની વ્યવસ્થા ઉભી કરીને સલામત રીતે ગણેશ વિસર્જન થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેમ છતાં પણ જુદી જુદી બે જગ્યા ઉપર નદી અને કેનાલમાં ડૂબી જવાના બે બનાવ સામે આવી રહી છે જેમાં મોરબી તાલુકાના મોડપર પાસેથી લૂંટાવદર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નદીમાં ગણેશ વિસર્જન બાદ કરણ રમેશભાઈ (32) નામનો યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં ન્હાવા પડેલ યુવાન પાણીમાં ડૂબી ગયો છે જેની શોધખોળ હાલમાં મોરબી મહાપાલીકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેવી વિગતો ફાયર વિભાગની ટીમ પાસેથી જાણવા મળે છે.
