મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ સો ટકા ભરાયો, 1 દરવાજો 3 ઇંચ ખોલાયો, 13 ગામ એલર્ટ કરાયા
SHARE







મોરબી તાલુકાનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે જેથી કરીને હાલમાં તે ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે અને ડેમનો દરવાજો ખોલતા પહેલાં નીચાણ વાળા વિસ્તારમાં આવતા મોરબીના 10 અને માળિયાના 3 જેટલા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લા દિવસોમાં પડેલા વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે અને દરમિયાન મોરબી તાલુકાના જીકયારી ગામ પાસે આવેલ ધોડા ધ્રોઈ ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ગયો છે જેથી કરીને સિંચાઈ વિભાગ દ્વારા આ ડેમના એક દરવાજાને ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે અને સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ડેમના દરવાજાને ખોલતા પહેલા નીચાણ વાળા વિસ્તારમાં આવતા જીક્યારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર અને રાપર ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં ન જવા માટે તેને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે વધુમાં મળતી પ્રમાણે હાલમાં ડેમમાં 299 કયુસેક પાણીની આવક ચાલી રહી છે જેની સામે પાણીની જાવક ચાલુ રાખીને ડેમમાંથી નદીમાં પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
