મોરબીના ચામુડાનગરમાં વીજ ધાંધિયાનું કાયમી નિવારણ લાવવા લોકોની માંગ
મોરબીમાં ઘરની અંદર છતનું પોપડું પડતા માથા અને શરીરમાં ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE







મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં યુવાન પોતાના ઘરે હતો ત્યારે ખાટલા ઉપર સૂતા સૂતા તે ટીવી જોઈ રહ્યો હતો દરમિયાન છતનું પોપડુ તેના ઉપર પડવાના કારણે યુવાનને માથામાં અને શરીરે ઇજા થઈ હોવાના કારણે ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબીના વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતો સંદીપ મનુભાઈ સોલંકી (28) નામનો યુવાન પોતે પોતાના ઘરની અંદર હતો અને ઘરે ખાટલા ઉપર સુતા સુતા તે ટીવી જોઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર છતમાંથી પોપડું તૂટીને પડ્યું હતું અને જેના કારણે તે યુવાનને માથામાં અને કમરના ભાગે ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખની છે કે યુવાન પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે તેના ઘરની છતમાંથી પોપડુ તૂટીને પડ્યું હતું જેથી કરીને તેને માથામાં અને કમરના ભાગે ઇજાઓ થઈ હોવાથી તે યુવાન સારવાર હેઠળ છે.
