મોરબીના ઘુંટુ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનાની લેબર કોલોની પાસે લપસી જવાથી પડી ગયેલ આધેડનું મોત
SHARE







વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનાની લેબર કોલોની પાસે લપસી જવાથી પડી ગયેલ આધેડનું મોત
વાંકાનેરના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા આધેડ બાથરૂમ કરવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે પગ લપસતા પડી જવાના કારણે માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં લોનિક્સ સીરામીક કારખાનાની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જગન્નાથ રૂહયા ડોલમ (51) નામના આધેડ લેબર કોલોનીની બાજુમાં બાથરૂમ કરવા માટે થઈને જતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતાં તે નીચે પડી ગયા હતા જેથી તેને માથાની પાછળના ભાગમાં ઈજા થઈ હતી અને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની સુનારામ સોમનાથસિંગ (37) રહે. હાલ લોનિક્સ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રાતવીરડા મૂળ રહે ઓરિસ્સા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર સતનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રહેતો પરશુરામ રૂખડિયાભાઈ સોલંકી (17) નામનો તરુણ મોરબીના પીપળી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
બાઇક સ્લીપ
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં અમરીશભાઈ ભગલાભાઇ (35) રહે. નવાગામ અને જગદીશભાઈ વસ્તાભાઇ (20) નામના બે યુવાનોને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી.
