વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનાની લેબર કોલોની પાસે લપસી જવાથી પડી ગયેલ આધેડનું મોત
મોરબીના રાજપર ગામના યુવાન ત્રાજપર નજીક ખેતરમાં ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો
SHARE







મોરબીના રાજપર ગામના યુવાન ત્રાજપર નજીક ખેતરમાં ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો
મોરબીમાં ત્રાજપર નજીક આવેલ સીરામીક કારખાના પાછળના ભાગમાં ખેતરમાં કોઈ કારણસર યુવાન ઝેરી દવા પી જતા તેના સંબંધી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની મોરબી .બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
jબનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા નિલેશભાઈ કેશવજીભાઈ અઘારા (42) નામના યુવાને મોરબીના ત્રાજપર વિસ્તારમાં આવેલ સિસ્કોકા સિરામિક પાછળ ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે તેના સંબંધી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ વી.એન.બાર ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
મહિલા સારવારમાં
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા મુન્નીબેન હંસરાજભાઈ ફુલતરીયા (22) નામની મહિલાએ કોઈ કારણોસર મહિપતભાઈ કુંઢીયાની વાડીએ પંચાસીયા ગામે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના સાપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં ખેલું દશરથભાઈ ભુરીયા (22) નામના યુવાનનું બાઈક સાપર જેતપર રોડ વચ્ચે સામેથી આવતા બીજા બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સરકાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
