મોરબીના યુવાને મૂળી પાસે દવા પીધી, પત્ની રિસામણે ચાલી જતાં પગલું ભર્યું ? : રાજકોટ ખસેડાયો
મોરબીના ઘુંટુ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીનો સામાકાંઠે ઘુંટુ રોડ હરીઓમ હોટલ પાસે થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ રમણીકભાઈ હરીભાઈ ટુંડીયા (40) રહે. નઝરબાગ રોડ મોરબી-2ને અત્રેની સિવિલે લવાયા હતા. જયાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
જયારે થાનગઢના અમરાપર ગામે સનરાઈઝ વિસ્તારમાં રહેતા માનુબેન કાનાભાઈ ધરજીયા (63)ને ગામ પાસે મેલડી માતા મંદિર નજીક બાઈક સ્લીપ થતા સારવારમાં અત્રે ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે લવાયા હતા.
દવાની અસર થતા સારવારમાં
જોડીયાના પીઠળ ગામે રહેતા કમલેશ ગોપાલભાઈ નાયકા નામની 18 વર્ષના યુવાને બેચરભાઈની વાડીએ દવા પી લેતા સારવારમાં મોરબી લાવવામાં આવેલ હતો. માળીયા તાલુકાના મોટી બરાર ગામે હુંબલ શેરીમાં રહેતા કાજલબેન રણજીતભાઈ હુંબલ (31)ને દેશળાના રસ્તે ખેતરમાં દવા છાંટતા વખતે અસર થતા સારવાર માટે લવાયા હતા.
માળીયા મીંયાણાના જ જસાપર ગામે ખેતરે દવા છાંટતી વખતે અસર થતા પૃથ્વી ધીરૂભાઈ હુંબલ (21)ને ઝાડા-ઉલ્ટી થતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો. તો ટંકારાના લજાઈ ગામે રહેતા બન્ટી યુવરાજભાઈ પંડીત (25)ને ધ્રુવનગર ગામે મારામારીમાં ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતે ઈજા
કચ્છ ભચાઉના લાકડીયા ગામના ઉદય બાબુભાઈ કોળી (15)ને બાઈક સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયો હતો. જયારે સેંટમેરી સ્કુલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા મેહુલ ધનજીભાઈ સુરેલા (30) રહે. માનસરને સારવારમાં સિવિલે લવાયો હતો. તો જેતપર રોડ ઉપર બાઈક આડે કોઈ પ્રાણી આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા સતિષ ગુણાભાઈ ભીમાણી (30) રહે. હરીપરને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઈજા
મોરબી સો ઓરડી રામાપીર મંદિર પાસે રહેતા સામુબેન પ્રેમજીભાઈ ડાભી (80)ને ઘર પાસે મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયા હતા. તો ખારચીયા ગામે વાડીએ દવા છાંટતી વખતે અસર થતા વેરસી મોહનભાઈ (32)ને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
તેમજ બાઈકની આડે કુતરૂ આડુ ઉતરતા માનીબેન નવલસિંગ વાઘેલા (26) રહે. પીપળીયા ચોકડીને સારવારમાં નક્ષત્ર હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. નાગડાવાસ ગામે તળાવ પાસે બાઈક સ્લીપ થતા ત્યાં રહેતા શાંતિલાલ બાબુભાઈ કટારા (22)ને સારવારમાં ખસેડાયો હતો.
યુવતી સારવારમાં
નાનીવાવડી ગામે શિવધારા સોસાયટીમાં રહેતી તબ્બુ રમેશભાઈ સિતાપરા (20)ને ઘરે પિતાએ માથામાં ઘડો મારતા સારવાર માટે સિવિલે ખસેડાઈ હતી. તો કૃષ્ણનગર (ગાળા) ગામે દવા પી ગયેલ જયપાલ ગોપાલભાઈ કોહલી (18)ને સારવાર માટે સિવિલે લવાયો હતો.
નાની વાવડી ગામે બજરંગ સોસાયટી પાસે મારામારીમાં રવિ જીતેન્દ્રભાઈ પાલા (29) અને કૌશિક જગદીશભાઈ નિમાવત (36) રહે. બજરંગ સોસાયટીને સારવાર માટે સિવિલે ખસેડાયા હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.
આધેડ સારવારમાં
માળીયા હાઈવે ઉપર બાઈક ચાલકે હડફેટે લેતા મનિષભાઈ વિનોદભાઈ સુખવી (55) રહે. કોટાઈ ગામ તા. ભુજ કચ્છને સારવાર માટે લઈ જવાયા હતા. તો વાંકાનેર વીસીપરામાં રહેતા ભરતભાઈ છગનભાઈ સેટાણીયાનું બાઈક ત્યાં આવેલ ફાટક પાસે સ્લીપ થઈ જતા સારવારમાં અત્રે લવાયો હતો