મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે
SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને તેમાં પાણીની પાઇપ લાઇન નડતરરૂપ બની રહી છે જેથી તેને ખસેડવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં પાંચ દિવસ સુધી સામાકાંઠા વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગ, નજરબાગ અને ઉમા ટાઉનશીપ પાસે આવેલ હેડ વર્કસથી લોકોને પીવા માટેનું પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે જોકે, નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલુ છે દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રિજના પીલરનું કામ કરવાનું છે ત્યાં પાણીની પાઇપલાઇન નડતરરૂપ બની રહી છે જેથી કરીને તેને ખસેડવા માટેની કામગીરી કરવી પડે તેમ છે આ કામગીરી આગામી તા. 18 થી 22 સપ્ટેમ્બર સુધી કરવામાં આવનાર છે જેથી સામાકાંઠા વિસ્તારમાં જે ત્રણ હેડ વર્કસથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે તે વિસ્તારમાં પાંચ દિવસ સુધી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે અને નિયમિત રહેશે તેવું જાણવા મળ્યું છે.
