મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો
મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા
SHARE







મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા
મોરબીના ટીબડી પાટીયા નજીકથી સી.એન.જી. ઓટો રીક્ષા પસાર થઈ રહી હતી જેમાં ટ્રક એન્જિન લઈ જતાં હતા જેથી પોલીસે રિક્ષાને રોકીને ટ્રક એન્જિન અને રિક્ષા બાબતે પૂછપરછ કરતાં રિક્ષામાં બેઠેલા ત્રણેય શખ્સો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જેથી પોલીસે શકપડતી મિલકત તરીકે રિક્ષા અને ટ્રક એન્જિન કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એ.પરમાર, રમેશભાઈ રાજાભાઈ મુંધવા, શકતિસિંહ કીશોરસિંહ જાડેજા, અજયભાઈ સગ્રામભાઈ અલગોતર, બળદેવભાઈ જ્ઞામજીભાઈ બાવળીયા અન્ય સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે ટીબડી પાટીયા નજીકથી સી.એન.જી. ઓટો રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2052 માં ત્રણ શખ્સો ટ્રક એન્જીન ભરી શંકાસ્પદ હાલતમાં નીકળ્યા હતા જેથી તેને રિક્ષા ઉભી રખાવી હતી અને રીક્ષા ચેક કરતા તેમાં એક ટ્રક એન્જીન પડેલ હતું. જેથી ટ્રક એન્જીન ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે ? ટ્રક એન્જીનની આર.સી. બુક તથા ઓટો રીક્ષાના આધાર પુરાવા માંગતા તેની પાસે નહિ હોવાનું સામે આવ્યું હતું અને ગલ્લા તલ્લા કરીને ફર્યું ફર્યું બોલતા હતા. જેથી ટ્રક એન્જીન શંકાસ્પદ જણાતા તેઓએ ટ્રક એન્જીન ક્યાંકથી ચોરી કે છળકપટથી મેળવેલ હોવાની શક્યતા છે. જેથી પોલીસે 15 હજારનું ટ્રક એન્જિન અને 40 હજારની રિક્ષા કબ્જે કરેલ છે અને રિક્ષામાં બેઠેલ રવિભાઇ રમેશભાઇ દલસાણીયા (20) રહે. વીશીપરા રાજબેકરી સામે મોરબી, યશભાઇ મનોજભાઈ અદગામા (19) રહે. વીશીપરા મહાકાળી ઓઇલમીલ પાસે મોરબી અને દશરથભાઇ રામજીભાઇ સરવૈયા (20) રહે. શકિતપાન પાસે વીશીપરા મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
