મોરબી જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ૩ હજારથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા
મોરબીમાં ૬ મહિનામાં આયોજિત ભરતી મેળામાં ૧૧૫૫ યુવાઓએ રોજગારી મેળવી
SHARE







મોરબીમાં ૬ મહિનામાં આયોજિત ભરતી મેળામાં ૧૧૫૫ યુવાઓએ રોજગારી મેળવી
સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા જિલ્લાઓમાં જિલ્લા વિનિમય કચેરી હેઠળ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે અને રોજગારી પૂરી પાડવા પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં આ વર્ષે એપ્રિલ- ૨૦૨૫ થી અત્યાર સુધી ૧૮ કેટલા ભરતી મેળાઓનું આયોજન કરી ૧૧૫૫ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
રોજગારી આ શબ્દ આપણી સમગ્ર જીવનશૈલી સાથે સીધો જ સંકળાયેલો છે. યોગ્ય રોજગારી સાથે સમગ્ર પરિવારનું જીવનધોરણ જોડાયેલું છે ત્યારે સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જે જે પૈકીનું એક એટલે ભરતી મેળા. સરકારના શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ જિલ્લાઓમાં રોજગાર અને વિનિમય કચેરીઓ દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ ભરતી મેળાઓમાં ખાનગી કંપનીઓના નોકરી દાતા ઉપસ્થિત રહી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ તેમને અનુકૂળ યુવાઓની સ્થળ પર જ પસંદગી કરવામાં આવે છે અને રોજગારી પ્રદાન કરવામાં આવે છે.
મોરબી જિલ્લો સીરામીક ક્ષેત્રે અગ્રેસર છે. સિરામિકની સાથે મોરબી જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો મોરબી જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અનેક જિલ્લા તેમજ દેશના અન્ય રાજ્યોના લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. ત્યારે સરકાર દ્વારા આયોજિત ભરતી મેળાઓમાં અહીંના ઉદ્યોગો પણ સહભાગી થાય છે અને તેમની વર્ક પ્રોફાઈલ અનુસાર કર્મચારીઓની પસંદગી કરે છે. આ ભરતી મેળાઓ આજે અનેક યુવાનોને રોજગારી મેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે, અનેક ખાનગી કંપનીઓ સારા પગાર સાથે તેમની જરૂરિયાત મુજબના કર્મચારીઓની પસંદગી કરે છે. જેથી તેમને કુશળ અને સક્ષમ કર્મચારીઓ મળી રહે છે અને યુવાઓને રોજગારી મળી રહે છે.
