માળીયા (મી)ના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના 21 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું
મોરબીમાં વણકરવાસની મહાકાળી ગરબી મંડળની બાળાઓને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇએ આપી લ્હાણી
SHARE







મોરબીમાં વણકરવાસની મહાકાળી ગરબી મંડળની બાળાઓને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇએ આપી લ્હાણી
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લહાણી રૂપે ભેટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ વેળાએ ડો. દેવેનભાઈએ જણાવ્યું કે, “નવરાત્રી એ માતૃશક્તિની ઉપાસનાનો પર્વ છે - બાળાઓ એ જ માતૃશક્તિનું જીવંત સ્વરૂપ છે. તેમની ખુશી એજ સમાજની સાચી ઉજવણી છે.”આ પ્રસંગે ગરબી મંડળની બાળાઓએ આનંદભેર આશીર્વાદ આપ્યા અને આ સુંદર સેવા પ્રવૃત્તિને સૌએ વધાવી હતી. કાર્યક્રમમાં યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્ય ભાનુબેન નાગવડિયા, સહિત સ્થાનિક આગેવાનો તથા માતા-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
