મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવનાર યુવાનની શોધખોળ ચાલુ
મોરબી શહેર, તાલુકા અને ટંકારા વિસ્તારમાંથી પકડાયેલ દારૂ બિયરની 11,269 બોટલ ઉપર રોડ રોલર ફેરવી દેવાયું
SHARE
મોરબી તાલુકા, સીટી એ અને બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના 70 ગુન્હામા ઇંગ્લીસ દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ- 11269 બોટલ ઉપર આજે રોડ રોલર ફેરવી દેવામાં આવેલ છે અને 1.29 કરોડના દારૂ બિયરનો નાશ કરાયો છે.
મોરબી જીલ્લાના મોરબી સીટી એ અને બી ડીવીઝન, મોરબી તાલુકા તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી દારૂના 70 ગુનામાં વિદેશી દારૂ તથા બીયરની બોટલ તેમજ ટીન કબ્જે કર્યા હતા જે મુદામાલનો નાશ કરવા કોર્ટમાથી જરૂરી મંજુરી મેળવી કોર્ટના હુકમ પ્રાંત અધિકારી, ડીવાયએસપી તથા જુદા જુદા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વરથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર વીડીની ખરાબાની જગ્યામાં દારૂ તથા બિયરની બોટલ અને ટીન ઉપર રોડ રોલર ફેરવીને દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે વધુમાં અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જુદાજુદા પોલીસ સ્ટેશનમાં.નોંધાયેલ 70 ગુન્હામા પકડાયેલ ઇંગ્લીસ દારૂ તથા બીયરની બોટલો તેમજ ટીન મળી કુલ નંગ 11269 બોટલ ઉપર આજે રોડ રોલર ફેરવી દેવામાં આવેલ છે અને 1.29 કરોડના દારૂ બિયરનો નાશ કરાયો છે.