કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત
છેલ્લા દિવસોમાં પડેલા કમોસમી વરસાદને ધ્યાને રાખીને ટંકારા પડધરીના ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવેલ છે અને તેઓના મત વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરીને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.
ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના મારા મત વિસ્તાર આવતા મોરબી, ટંકારા, પડધરી અને રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી કરીને ઘણા ખેડૂતોના કાપસ, મગફળી સહિતના તૈયાર પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોને ઉભા પાકમાં પણ નુકસાન થયેલ છે જેથી ઘણા ખેડૂતોએ તેઓને આ બાબતે રજૂઆતો કરી છે જેથી કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકશાનનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોય તેઓને સરકારી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારે સત્વરે નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને સહાય પેટે વળતર આપવામાં આવે તે જરૂરી છે. આ પત્ર તેઓએ મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ મોકલવેલ છે.