મોરબીનાં સરદારબાગ સામે કાર ચાલુ કરવા જતા કાર ત્યાં બેઠેલ યુવાન ઉપર ચડી જતા ઈજાગ્રસ્ત રાજકોટ ખસેડાયો
મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવનાર યુવાનની શોધખોળ ચાલુ
SHARE
મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવનાર યુવાનની શોધખોળ ચાલુ
મોરબીમાં પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી રાત્રિના સમયગાળા દરમિયાન યુવાને મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું જે બનાવની ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને રાત્રેથી જ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જોકે હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી અને ફાયર ની ટીમ દ્વારા નદીના પાણીમાંથી યુવાને શોધવા માટેની તજવીજ ચાલી રહી છે.
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો 32 વર્ષનો યુવાન ગત રાત્રીના પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને પોતાના પરિવારજનને ફોન કરીને વાત કરી હતી ત્યાર પછી તેણે મોરબીના પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું અને તેનું બાઈક પણ પાડા પુલ પાસેથી મળી આવ્યું છે જેથી હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ત્યાં સ્થળ ઉપર બોટની મદદથી મચ્છુ નદીમાં પડેલા યુવાનને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હજુ સુધી તેનો પતો લાગ્યો નથી તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.