મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો


SHARE







પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો

મોરબી તાલુકા પોલીસ દ્વારા ચોરાબાઈક સાથે આરોપીને પકડવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીના ધડાધડ બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી જિલ્લાના કોઈપણ વિસ્તારમાંથી વાહન ચોરીની ઘટના બને તો અરજદાર પાસેથી અરજી લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે. અને ત્યાર બાદ જો આરોપી પકડાઈ તો ગુના નોંધવામાં આવે છે. તેવી જ રીતે વાંકાનેર તાલુકાના માટેલ ગામે પંચમુખી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ બચુભાઈ સોલંકી (35)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 29/10/25 ના રાત્રીના આઠ વાગ્યાથી લઈને તા. 31/10/25 ના સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પંચમુખી સોસાયટીમાંથી તેઓના બાઈક નંબર જીજે 11 બીજી 6253 જેની કિંમત 35 હજાર રૂપિયા તથા સાહેનું બાઈક નંબર જીજે 06 એફએસ 3737 જેની કિંમત 15 હાજર રૂપિયા તેની ઢુવા ચોકડી પાસેથી ચોરી કરવામાં આવી હતી જે બંને ચોરીના બનાવ સંદર્ભે હાલમાં યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, ઉલેખનીય છે કે, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્રણ ચોરાઉ બાઇક સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે જેમાં હાલમાં જે બે બાઈકની ચોરી ફરિયાદ લેવામાં આવી છે તે બંને બાઈક પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે જેથી  વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News