તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ


SHARE











વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ

વાંકાનેરના રાણેકપર ગામે રહેતા યુવાનના ખેતરમાં માલ ઢોરને ચરાવીને ભેલાણ કરવામાં આવ્યું હતું અને યુવાન તથા સાહેદોને ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો કરીને યુવાન સહિતનાઓને માથા અને શરીરે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ કુલ 17 શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતા અલ્તાફભાઈ હુસેનભાઇ માથકિયા (42)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે છગનભાઈ હીરાભાઈ ગીંગોરા, છગનભાઈનો દીકરો, ગોપાલભાઈ સીધાભાઈ ગીગોરા, છેલાભાઈ સીધાભાઈ ગીગોરા, મંગાભાઈ હીરાભાઈ ગીંગોરા, વિષ્ણુભાઈ મોનાભાઈ મુંધવા, વીરમ જેમાભાઇ મુંધવા, ભુપતભાઈ ગેલાભાઈ મુંધવા, નારુભાઈ સામતભાઈ મુંધવા, સંજયભાઈ ભગાભાઈ મુંધવા, માયાભાઈ રૈયાભાઇ ડાભી, ભાવેશભાઈ ગેલાભાઈ મુંધવા, રવિભાઈ ગેલાભાઈ મુંધવા, પ્રવીણભાઈ છેલાભાઈ મુંધવા, વિહાભાઇ પુનાભાઈ મુંધવા, નવઘણભાઈ પુનાભાઈ મુંધવા અને મોનાભાઈ ભુવાનો ભાણેજ રહે બધા રાણેકપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, રાણેકપર ગામની સીમમાં પીપરા વાડીએ ફરિયાદીની વાડીમાં છગનભાઈ અને તેના દીકરાએ ગેરકાયદે પ્રવેશ કરીને તેના માલ ઢોરને કપાસના પાકમાં રાવી ભેલાણ કર્યું હતું અને બોલાચાલી કરી હતી ત્યારબાદ આરોપીઓ એક સંપ કરીને ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા ઇજા પામનારાઓને ગાળો આપવામાં આવી હતી અને ધોકા, પાઇપ અને ધારિયા વડે સાહેદને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતનાઓને સારવાર માટે લઈ ગયા હતા ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ મળીને 17 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News