મોરબી નજીકથી મૃત હાલતમાં મળી આવેલ યુવાનનું નામ રવિન્દ્રભાઈ હોવાનું ખૂલ્યું
માળીયા (મી)ના બોડકી અને હળવદના ધનાળા ગામે દારૂની રેડ: 2600 લિટર આથો કબ્જે, બે આરોપી પકડાયા
SHARE
માળીયા (મી)ના બોડકી અને હળવદના ધનાળા ગામે દારૂની રેડ: 2600 લિટર આથો કબ્જે, બે આરોપી પકડાયા
માળીયા મીયાણા તાલુકાના બોડકી ગામે બનિયાની સીમમાં અને હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં વાઘરીની ધાર પાસે ખરાબાની જગ્યામાં દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 2600 લિટર આથો કબ્જે કરવામાં આવેલ છે અને બે આરોપીને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
માળીયા મીયાણા તાલુકાના બોડકી ગામે બનિયાની સીમ તરીકે વિસ્તારમાં તળાવના કાંઠે બાવળીની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુભાનભાઈ આદમભાઈ મોવર (39) રહે. નવી નવલખી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જઠરે હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં વાઘરીની ધાર પાસે ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 35,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રવિભાઈ ટીનાભાઇ થરેસા (25) રહે. પંચમુખી ઢોરે હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન અકસ્માત
મોરબીના રાજકોટ હાઇવે ઉપર મીતાણા બ્રિજથી આગળ બહુચર માતાના મંદિર પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં દિનેશભાઈ કુંવરજીભાઈ વાઘેલા (૩૫) તથા મધુબેન દિનેશભાઈ વાઘેલા (૩૫) રહે.બંને સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થયેલ હોય અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના મેરૂપર ગામે ગનાભાઈની વાડીએ દવા પી જવાથી સંજયભાઈ કરશનભાઈ નાયક (૨૪) રહે.હાલ મેરૂપરને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર ગામે બોની પાર્ક વિસ્તારમાં રહેતા પુષ્પાબેન લાભુભાઈ દક્ષિણી (૮૦) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ઘર નજીક પડી ગયા હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નાની વાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા રમેશભાઈ મહાદેવભાઇ રૂપાલા નામના ૫૦ વર્ષના આધેડને ઘર પાસે અમુક લોકો દ્વારા માર મારવામાં આવતા તેમને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.