માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી મૃત હાલતમાં મળી આવેલ યુવાનનું નામ રવિન્દ્રભાઈ હોવાનું ખૂલ્યું


SHARE















મોરબી નજીકથી મૃત હાલતમાં મળી આવેલ યુવાનનું નામ રવિન્દ્રભાઈ હોવાનું ખૂલ્યું

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે ટ્રેકની બાજુમાં પાણીના ખાડામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી અને મૃતક યુવાન મૂળ એમપીનો રહેવાસી છે તેમજ હાલમાં માળીયા તાલુકાના ખીરસરા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ગઈકાલે સવારે મોરબીના નવલખી રોડ ઉપર રેલવે ટ્રેકની બાજુમાં આવેલ પાણીના ખાડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા અને તેની ટીમ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન મૃતક યુવાન મૂળ એમપીનો રહેવાસી રવિન્દ્રભાઈ ચુનિયાભાઈ ભુરીયા (33) હોવાનું સામે આવ્યું હતું અને છે અને હાલ તે માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે ભગુભાઈની વાડીએ તેના પરિવાર સાથે રહીને મજૂરી કામ કરતો હતો. વધુમાં તપાસવી અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાને આંચકી આવવાની બીમારી હતી અને તે બેથી ત્રણ દિવસ પહેલા જ તેના વતનમાંથી અહીં મજૂરી કામ કરવા માટે થઈને આવ્યો હતો દરમિયાન આંચકી આવવાના કારણે તે પાણીમાં પડ્યો હોય અને તેનું મોત નીપજયું હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધા સારવારમાં
મોરબીના બિલિયા ગામે રહેતા શાંતાબેન મનજીભાઈ શેરસિયા નામના ૭૨ વર્ષના વૃદ્ધા ગામમાં કથા સાંભળવા માટે બાઇકની પાછળ બેસીને જઇ રહ્યા હતા.ત્યારે બાઈકમાંથી પડી જતા ઇજા થયેલ હોય ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના જાંબુડીયા ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રતિલાલ રણછોડભાઈ સીતાપરા નામના ૬૦ વર્ષના વૃદ્ધને અત્રેની સિવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ તાલુકા પોલીસે જણાવેલ છે જે અંગે બી.જી.દેત્રોજા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના રાજપર રોડ ઉપર બાઇક સ્લીપ થવાના બનાવમાં કેતનભાઇ હસમુખભાઈ દોશી (૫૯) રહે.સોમનાથ સોસાયટીને ઇજા થતા સારવારમાં લઈ જવા હતા.

યુવાન સારવારમાં
મોરબીના વીરપરડા અને મોડપર ગામની વચ્ચે દવા પી જવાથી વિપુલભાઈ મેરામભાઇ મુંધવા (૩૪) રહે.૧૧-મનહર પ્લોટ રાજકોટને અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયાએ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મોરબીના પીપળી ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા વિનોદભાઈ મનસુખભાઈ વસોયા (૩૫) રહે.લાલપરને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢિયાર દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.જ્યારે વાંકાનેરના જકાતનાકા પાસે બાઈકમાંથી પડી જતા શિલ્પાબેન કાંતિભાઈ અઘારા (૪૭) રહે.ભાટિયા સોસાયટી વાંકાનેરને અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News