મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત
વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત
SHARE
વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત
વાંકાનેરની પંચાસર ચોકડી પાસેથી દાદા અને પૌત્ર બંને સાયકલ ઉપર ચા પીવા માટે આવ્યા હતા અને ત્યાં ચા પીને પાછા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓની સાઇકલને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તેમનું મોત નીપજયું હતું જ્યારે તેની સાથે રહેલા તેના પૌત્રને શરીરે મુંઢ ઇજાઓ થયેલ હતી અને ટ્રક ચાલક અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પંચાસર ગામે અનીશભાઈ ભોરણીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ અંબારામભાઈ ભાંબર (21)એ ટ્રક નંબર જીજે 12 બીઝેડ 9723 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, પંચાસર ગામની ચોકડી પાસેથી તેઓના પિતા અંબારામભાઈ સોમલાભાઈ ભાંબર (58) અને ફરિયાદીનો દીકરો લક્કી (2) બંને સાયકલ લઈને જઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે ફરિયાદીના પિતાની સાયકલને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદીના પિતાને બંને પગમાં ગંભીર ઇજા થયેલ હતી જયારે તેના દીકરાને મુંઢ ઇજા થઈ હતી જેથી ફરિયાદીના પિતાને તાત્કાલિક સારવાર માટે વાંકનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેના પિતાનું મોત નીપજયું હતું. અને અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે. અત્રે ઉલેખનીય છેકે, મૃતક વૃદ્ધ તેના પૌત્રને સયાકલ ઉપર બેસાડીને પંચાસર ચોકડી પાસે ચા પીવા માટે આવ્યા હતા અને ત્યાંથી તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રક ચાલકે તેઓની સાયકલને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો.