મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ


SHARE











મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ

નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ-મોરબી દ્વારા મોરબી જિલ્લામાં મેડિકલ ઇમર્જન્સી જેવી કે કાર્ડિયાક એરેસ્ટ, તાણ-આંચકી, સુગર ઘટી જવું, બર્ન્સ, ફ્રેક્ચર જેવી પરિસ્થિતિઓમાં શું કરવું જોઈએ કે જેનાથી વ્યક્તિને વધારે જોખમથી બચાવી શકાય અને તેના જીવના જોખમને ટાળી શકાય.તેની તાલીમ અને મેડીકલ માર્ગદર્શન માટે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રોગ્રામમાં લોકોને આવી કોઇ પરિસ્થિતિ સામે આવે તો તેની સામે લડવાની માહિતી અને સીપીઆર ની ટ્રેનિંગ આપીને સમજુતી આપવામાં આવી હતી.

આ પ્રોગ્રામ મોરબી જિલ્લાની દરેક શાળાઓ-કોલેજો, જાહેર જગ્યાઓ, સરકારી કચેરીઓએ કરી લોકોને માહિતગાર કરવામાં આવે છે.આ મેડિકલ ઇમર્જન્સી પ્રોગ્રામ અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ અને નક્ષત્ર હોસ્પિટલ-મોરબીના સહયોગથી પોલીસ હેડક્વાર્ટર-મકનસર મોરબી ખાતે તાલીમ સિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ડીવાયએસપી વી.બી.દલવાડી, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સીપીઆર ની ટ્રેનિંગ આપીને ફર્સ્ટ રીસ્પોન્ડર તરીકે આવી ઇમર્જન્સી પરિસ્થિતિઓની સંભાળ લેવાની માહિતી નક્ષત્ર હોસ્પિટલની ડોક્ટરોની ટીમના ડૉ.મહેન્દ્ર ફેફર, ડૉ.મોનિકા પટેલ, ડૉ.માધવ સંતોકી, ડૉ.બ્રિન્દા ફેફર, ડૉ.અંકિતા કાંજીયા, ડૉ.દિપક ફુલતરીયા, ડૉ.જિનલ ભીલા દ્વારા આપવામાં આવી હતી.






Latest News