મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારાના ખાખરા ગામ પાસે પુલ ઉપર પ્રવેશબંધી છતાં ટ્રક-આઇસર લઈને નીકળેલ વાહન ચાલકો સામે કાર્યવાહી


SHARE









ટંકારાના ખાખરા ગામ પાસે પુલ ઉપર પ્રવેશબંધી છતાં ટ્રક-આઇસર લઈને નીકળેલ વાહન ચાલકો સામે કાર્યવાહી

ટંકારાના ખાખરા ગામ પાસે પુલનું રીપેરીંગ કામ ચાલુ હોય ત્યાં ભારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી છે તેમ છતાં પણ ત્યાંથી ટ્રક અને આઇસર જેવા વાહનો લઈને નીકળેલા ત્રણ વાહન ચાલક સામે પોલીસ દ્વારા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

ટંકારાથી ધ્રોલ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખાખરા ગામ નજીક આજી નદીના પુલનું રીપેરીંગ કામ ચાલુ રહ્યું છે જેથી ત્યાં ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટેનું કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેની ટંકારા પોલીસ દ્વારા હવે ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે તેના ભાગ રૂપે આ પુલ ઉપરથી આઇસર નં. જીજે 23 વાય 2866 લઈને પસાર થયેલા આંદરણા ગામના મનીષભાઈ મંગાભાઈ પરમાર (36), ટ્રક નં. જીજે 3 સિયું 8973 લઈને પસાર થયેલા ઉપલેટા તાલુકાના હાડફોડી ગામના રહેવાસી ફેજલભાઈ સલીમભાઈ સમા (33) અને ટ્રક નં. જીજે 3 સીયું 9637 લઈને નીકળેલ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા અજીમ ઓસમાણભાઈ સમા (31) વાળાની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News