મોરબીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 7 વ્યક્તિ 51,200 ની રોકડ સાથે પકડાયા
મોરબીમાં કોર્ટ કચેરીમાં થયેલ ખર્ચો આપવો પડશે તેવું કહીને યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો, એકની ધરપકડ
SHARE
મોરબીમાં કોર્ટ કચેરીમાં થયેલ ખર્ચો આપવો પડશે તેવું કહીને યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો, એકની ધરપકડ
મોરબીમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતા યુવાનના લીધે અગાઉ કોર્ટ કચેરીમાં ખર્ચો થયેલ હોય તે ખર્ચો આપવો પડશે તેમ કહીને ત્રણ શખ્સો દ્વારા ગાળો આપીને યુવાનને ઢીકાપાટુ અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાનનું અપહરણ કરીને તેનું એકટીવા પડાવી લેવામાં આવ્યું હતું આટલું નહીં યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર શેરી નં- 3 માં રહેતા શૈલેષભાઈ તુલસીભાઈ મુછડીયા (28)એ અહેમદ મેમણ રહે. વીસીપરા મોરબી તથા અજાણ્યા બે માણસો આમ કુલ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પોતે નજરબાગ રેલવે સ્ટેશન પાસે હતો ત્યારે આરોપી અહેમદ મેમણએ કહ્યું હતું કે, અગાઉ ખોટી રીતે ફરિયાદીના લીધે કોર્ટ કચેરીમાં ખર્ચો થયેલ છે તે ખર્ચો તેને આપવો પડશે તેમ કહીને ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો અને ફરિયાદીનું અપહરણ કરીને લઈ ગયા હતા અને તેનું એકટીવા નંબર જીજે 36 બીએ 0643 ને બળજબરી પૂર્વક પડાવી લેવામાં આવ્યું હતું. તથા ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી અહેમદ ઉર્ફે અનુ રફીકભાઈ ડોસાણી જાતે મેમણ (23) રહે. મદીના સોસાયટી મોરબી હાલમાં રહે મેમણ કોલોની ખાટકીવાસ મોરબી વાળાની ધરપકડ કરલે છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
દેશી દારૂનો 1200 લિટર આથો
માળીયા મિયાણાં તાલુકાના અંજીયાસર ગામની સીમમાં નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફિરોજભાઈ કાસમભાઇ ભટ્ટી રહે. જુના અંજીયાસર તાલુકો માળીયા વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે