મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 ઝડપાયા


SHARE









મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 ઝડપાયા

મોરબીના પીપળી રોડ ઉપર દુકાને બેઠેલા યુવાનના ભાઈ પાસેથી પાંચ કરોડ રૂપિયા લેવાના હતા જેથી ઉઘરાણી કરવા માટે પાંચ જેટલા શખ્સોએ યુવાનને મારમાર્યો હતો અને ત્યાર બાદ તે યુવાનનું આરોપીઓએ અપહરણ કર્યું હતું અને વાડીએ લઈ જઈને ત્યાં માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં ત્રાજપર પાછળ આવેલ રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢા (25) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પિયુષભાઈ પટેલ, નવઘણભાઇ, ભગીભાઈ તથા અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરીયાદ નોંધાવી હતી જેમાંજણાવ્યું હતું કે, પિયુષભાઈ પટેલને ફરીયાદીના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી 5 કરોડ રૂપીયા લેવાના હતા જેથી પિયુષભાઈ પટેલ સહિતના તમામ આરોપીઓ મોરબીના પીપળી રોડ ઉપર કોયો સિરામિક પાસે આવેલ ફરિયાદીની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન ખાતે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને મારમાર્યો હતો અને ત્યાર બાદ એક બ્લેક કલરની કારમાં ફરીયાદીનું અપહરણ કરીને તેને ભરતનગર પાસે આવેલ વાડીએ લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને લાકડી તથા ઢીકાપાટુ અને પટ્ટા વડે મારમારીને મુઢ ઈજાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પહેલા આરોપી નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ સોઢા રહે. જેતપર, ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા રહે. બગથળા અને પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા રહે. લુટાવદર વાળાની ધરપકડ કરી હતી. અને એક ફોર્ચ્યુનર ગાડી કબજે કરી હતી ત્યાર બાદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તિવારી અને તેની ટીમે આરોપી હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા (33) રહે બગથળા અને હસમુખભાઈ બહાદુરભાઇ પાટડીયા (30) રહે મહેન્દ્રનગર સામે ગાયત્રી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કહે છે અને તેની પાસેથી એક બેઝ કાર કબ્જે કરેલ છે અને અપહરણના ગુનામાં પકડાયેલ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News