મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી


SHARE





મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરાઇ હતી ત્યારે ડૉ.નાજાભાઈ કોડીયાતરે સૂર્યકૂકર દ્વારા ઉર્જા બચાવવાના, પેટ્રોલ-ડીઝલ બચાવવાના, વીજળી અને વૃક્ષોને બચાવવાના ઉપાયો દ્રષ્ટાંતો આપીને સમજાવીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. તો ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર ડૉ. અનિલસિંહ રાજપૂતે પણ ઉર્જાને કઈ રીતે સુરક્ષિત કરવી, તેમજ પ્રાપ્ય ઉર્જા અને અપ્રાપ્ય ઉર્જાની જાળવણી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. કેસીજી અંતર્ગત ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામના કોર્ડીનેટર ડૉ. અતુલભાઇ ધ્રુવે ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી આ પ્રોગ્રામમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનીત કર્યા હતા અને આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાએ પણ વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ તેમજ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની સમજૂતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.




Latest News