મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી કામગીરી કરવા સૂચન કરતાં મંત્રી


SHARE





મોરબીમાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી

ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી કામગીરી કરવા સૂચન કરતાં મંત્રી

ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે. તેમણે પીજીવીસીએલની વર્તુળ કચેરી કચેરી ખાતે મોરબી પીજીવીસીએલના અધિકારી, કર્મચારીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ મોરબી વર્તુળ પીજીવીસીએલ કચેરીની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.મોરબી જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરી હતી અને કોઈપણ યોજનામાં ૧૦૦ ટકા સિદ્ધિએ અટકી નહીં જતા આગળ પણ વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રોત્સાહન આપ્યું હતું.મંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ પોલીસી બનાવ્યા પછી તેની અમલવારીમાં યોગ્ય ઝડપ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

મંત્રીએ ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં લાગી જાય તેવું વિઝન બનાવી તે તરફ કામગીરી કરવા સૂચન કર્યું હતું.લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પીજીવીસીએલ તથા જેટકો વચ્ચે યોગ્ય કોડીનેશન રહે તે અનિવાર્ય છે તેવું જણાવી તેમણે કોન્ટ્રાક્ટરના કારણે સામાન્ય જનતાને કોઈપણ હાલાકી ન પડે તે પ્રકારનું માળખું ગોઠવવા તાકીદ કરી હતી.આ બેઠકમાં હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી, મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.આર.ઘાડીઆ તથા અન્ય અધિકારીઓ,કર્મચારીઓ, રાજકીય અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, નરેન્દ્રસિંહ ઝાલા તથા કે.એસ. અમૃતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News