મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૨૪.૦૯ લાખની વિડ્રો કરી લેનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: મોરબીમાંથી બે બાઇકની ચોરી


SHARE











મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૨૪.૦૯ લાખની વિડ્રો કરી લેનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: મોરબીમાંથી બે બાઇકની ચોરી

જીલ્લામાં સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી મેળવેલ રકમ સગેવગે કરવા માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થાય છે તેવુ સામે આવેલ છે જેથી પોલીસ હવે ગુના નોંધી રહી છે તેવામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને બે શખ્સની સામે ૨૪.૦૯ લાખની રકમ સગેવગે કરવાની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કર્મચારીએ સંજય ખેંગારભાઈ સોલંકી અને મનોજ મોહનભાઈ ચૌહાણ રહે. બંને રોહીદાસપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમા જણાવ્યુ છે કે,  મનોજ ચૌહાણે અન્ય ઈસમો સાથે મળી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા આરોપી સંજય સોલંકીના સેવિંગ્ઝ એકાઉન્ટ ખોલાવી ૨૪,૦૯,૧૫૦ જમા કરાવી કમીશન પેટે ૧૦,૦૦૦ આપી ખાતામાં જમા કરેલી રકમ ચેક, એટીએમથી વિડ્રો કરી સગેવગે કરી હતી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના બાયપાસ નજીક પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી બે વાહનની ચોરી
 
મોરબીના નાની વાવડી ગામે રહેતા હર્ષ હિતેશભાઈ કવૈયા (૨૫) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા જણાવ્યુ છે કે, તા. ૬/૧૦ ના રોજ રાત્રીના નવેક વાગ્યાથી બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદીનું બાઇક નં જીજે ૩૬ એએચ ૫૯૯૯ અને મિત્ર પંકજભાઈ રાઠોડનું બાઇક નં જીજે ૩૬ એજી ૧૪૦૦ એમ બે મોટરસાયકલ કીમત એક લાખની ચોરી કરી ગયેલ છે જેથી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે






Latest News