મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા
SHARE
મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા
મોરબીની ત્રાજપર ચોકડી પહેલા વાંકાનેરથી કંડલા તરફ જતા નેશનલ હાઈવે પર યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રેલર ચાલકે બાઈકને ઠોકર મારતા પછાડી દઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું જે બનાવ સંદર્ભે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાઇ છે
મોરબીના ભડિયાદ ગામે રહેતા રતિલાલ માવજીભાઈ પીપરોતરે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ટ્રેલર આરજે ૪૭ જીએ ૬૯૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જેમા જણાવ્યુ છે કે, ગત તા. ૧૦ ના રોજ ફરિયાદીનો દીકરો નીલેશ (૨૯) વાળો પોતાનું બાઈક જીજે ૩૬ કયું ૨૦૪૮ લઈને ત્રાજપર ચોકડી પહેલા વાંકાનેરથી કંડલા તરફ જતા નેશનલ હાઈવે પરથી જતો હતો ત્યારે ટ્રેલર ચાલકે બાઈક સહીત હડફેટે લેતા રોડ પર પડી ગયો હતો બાઈક ચાલક નીલેશને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ટ્રેલર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા પ્રજાપત કારખાના પાછળ નદીના પટમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા યોગેશ સવશીભાઈ અગેચણીયા, હિતેશ રમેશભાઈ પરમાર, ચંદુભાઈ મેરૂભાઈ અગેચણીયા, જશવંત મુકેશભાઈ પાટડીયા, અનીલ શંકરભાઈ અગેચણીયા, સલીમ કરીમ ચાનીયા અને મેરૂ મુન્નાભાઈ અગેચણીયા એમ સાતને ઝડપી લઈને રોકડ ૧૯૪૦ જપ્ત કરી છે









