મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું


SHARE





વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું

વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ની પી.એમ. શ્રી વરડુસર  પ્રાથમિક શાળા ખાતે ૩૯૦ બાળકોને આઈકાર્ડ તેમજ ૬૦ જેટલા સ્પોર્ટ્સ યુનિફોર્મ અને ટીએલએમ વર્કશોપ અને સાયન્સ લેબનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બીઆરસી જાવિદભાઇ બાદી, દેવરાજભાઈ રબારી કોષાધ્યક્ષ, એમ.આઈ.એસ.ઈરફાનભાઈ, એસ.એમ.સી.ના અધ્યક્ષ અશોકભાઈ પંચાસરા, રાજગઢના આચાર્ય રાકેશભાઈ ચૌધરી અને મહેબૂબભાઈ હાજર રહ્યા હતા આ સફળ કાર્યક્રમનુ આયોજન શાળાના આચાર્ય પંડ્યા ચિરાગભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ. તાજેતરમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી અને બીઆરસી ભવન વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે સમગ્ર મોરબી જિલ્લાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન ચંદ્રપુરમાં મહમદ્દી લોક શાળામાં યોજાયો હતો. જેમાં વિભાગ-૪ નવીન ટેકનોલોજી અને વિકસિત ભારતમાં સમગ્ર મોરબીમાં બીજો નંબર શ્રી વરડુસર પ્રાથમિક શાળાની કૃતિ સ્માર્ટ ગ્રીન સિટીને મળ્યો હતો. આથી બીઆરસી બાદી અને સીઆરસી નરેન્દ્રભાઇ દ્વારા શાળાના વિજ્ઞાન શિક્ષક અને આચાર્ય ચિરાગભાઈ પંડયાને શુભેચ્છા આપી હતી.




Latest News